વડોદરા પોલીસે દિવાળી પૂર્વે જપ્ત કરેલા પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કર્યો દરજીપુરા ખાતે મુદ્દામાલ એકત્ર કરવામાં આવ્યો હતો સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પાર પાડવામાં આવ્યું હતું Vadodara : દિવાળી પૂર્વે વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા રૂ. 3.05 કરોડનો પ્રોહીબીશનના મુદ્દામાલનો કાયદેસર રીતે નિકાલ કર્યો છે. વડોદરા ડીસીપી ઝોન – 4 ની અધ્યક્ષતામાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસ દ્વારા કોર્ટમાંથી હુકમ મેળવીને સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. સમગ્ર ઝોનમાં કુલ 307 જેટલા કેસોમાં 2.02 લાખ નંગ બોટલોનો નાશ કરવામાં આવ્યો