આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ સુકું રહેશે જો ઠંડી નહીં પડે તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ બે દિવસ પછી રાજ્યના તાપમાનમાં થોડો ઘટાડો થશે તેવું અનુમાન Gujarat: ગુજરાતમાં હજી પણ શિયાળાની ઠંડી ઓછી હોય તેવું લાગી રહ્યું છે. મોટા ભાગે ઓક્ટેબરની છેલ્લા અઠવાડિયામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે પરંતુ આ વખતે શિયાળો મોડો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, હજી પણ આગામી સાત દિવસ સુધી ગુજરાત (Gujarat)માં વાતાવરણ સુકું રહેશે તેવી વિગતો આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ અત્યારે બે દિવસ સુધી રાજ્ય (Gujarat)માં વાતાવરણ યથાવત રહેવાનું છે.