ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા સન્ની પાજીની કરવામાં આવી ધરપકડ ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેઓના ભાઈને સારવાર માટે ખસેડાયા ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહને અમદાવાદ સારવાર માટે લઈ ગયાની ચર્ચા Rajkot: રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહ જાડેજા અને તેઓના ભાઈ રવિરજસિંહ જાડેજા પર છરી હુમલાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે, કુખ્યાત સન્ની પાજી કા ધાબાના સંચાલક સન્ની અને તેના સાગરીતો દ્વારા રાજકોટ (Rajkot)ના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા પર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે અત્યારે ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે.