Chhota Udepur : ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો, SMCએ નિષ્ફળ કરીને 15 મોપેડ સાથે 25 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો બોડેલીમાં SMCની મોટી કાર્યવાહી, 25.66 લાખના વિદેશી દારૂની હેરાફેરી– 15 ઝડપાયા મોપેડ પર MPથી ગુજરાતમાં ઘૂસેડવામાં આવી રહ્યો હતો વિદેશી દારૂ Chhota Udepur : ગુજરાતની ‘ડ્રાય સ્ટેટ’ના દાવાઓ આજે ફરી એક વખત પોકળ સાબિત થયા! છોટાઉદેપુર જિલ્લાના (Chhota Udepur) બોડેલી તાલુકાના કોલીયારી ગામ પાસે નર્મદા કેનાલના કિનારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. જેમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસેડાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.