આ NSIL નો બીજો કોમર્શિયલ સેટેલાઇટ પ્રથમ સંસ્કરણ 2018 માં લોન્ચ કરાયું હતું ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) આવતા અઠવાડિયે તેનો અદ્યતન સંચાર ઉપગ્રહ GSAT-N2 લોન્ચ કરશે. જેને SpaceX ના Falcon 9 રોકેટની મદદથી US ના કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટ ISRO દ્વારા ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું વજન લગભગ 4700 કિલો છે. તે મંગળની ભ્રમણકક્ષામાં પોતાની સાથે 4000 કિલો વજન વહન કરી શકે છે. આ ઉપગ્રહનો લાભ દૂરના વિસ્તારોમાં ડેટા અને ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ થશે. તેનાથી ફ્લાઈટ્સમાં પણ ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુવિધા ઉપલબ્ધ થશે