આગની ઘટનામાં એક મહિલાનું મોત હોવાની પુષ્ટિ. ગઈકાલે રાત્રે સોસાયટીના ચેરમેન સાથે મુખ્યમંત્રીએ કરી વાત. 23 સ્થાનિકો 3 અલગ અલગ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા. અમદાવાદમાં બોપલ ખાતે આવેલા ઇસ્કોન પ્લેનિયમમાં ગઈ કાલે રાત્રે આગ લાગ્યાની ઘટના બની હતી. મળતી જાણકારી પ્રમાણે આઠમાં માળે શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હતી જે છેક 22માં માળ સુધી પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાની તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી હતી. વધારે વિગતે વાત કરવામાં આવે તો, આગની ઘટનાને લઈને 23 સ્થાનિકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં.