
Views 60

સુરતના કામરેજ ખાતે 13મી માલધારી સંસદ યોજાઈ
માલધારી સંસદમાં લાલજી દેસાઈ,પાલ આંબલીયા હાજર
માલધારી સમાજના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા આયોજન
સુરતના કામરેજ ખાતે માલધારી સંસદ યોજાઈ હતી. માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા 13 મી માલધારી સંસદ યોજાઈ હતી. માલધારી સંસદમાં માલધારી સમાજના આગેવાન લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલીયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલ માલધારી સંસદમાં માલધારી સમાજમાં ચાલતુ કુરિવાજો દૂર કરવા, ગૌચર પર થયેલા દબાણો દૂર કરવા, પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ બંધ કરવા, સમાજ શિક્ષણ વધે, સરકાર માલઢોર સાચવવા માટે વાડાઓ ફાળવે સહિતના અનેક માલધારી સમાજના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા સંસદ યોજાઈ હતી




