Rajkot માં જિલ્લા શિક્ષણ અધિકારીનાં પરિપત્રનો ભંગ ચોક્કસ દુકાનેથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા શાળાનો આગ્રહ નોટબુક, સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકની ખરીદી માટે લખી ચિઠ્ઠી મોદી સ્કૂલ અને સર્વોદય સ્કૂલનો વિદ્યાર્થી-વાલીને આગ્રહ! રાજકોટમાં (Rajkot) ચોક્કસ દુકાનોમાંથી શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે કેટલીક શાળાઓ દ્વારા વાલીઓને આગ્રહ કરી જિલ્લા શિક્ષણ અધિકારીનાં પરિપત્રનો ભંગ કરવાનો આરોપ થયો છે. વાલીઓને ચોક્કસ દુકાનમાંથી જ નોટબુક, સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકની ખરીદી માટે ચિઠ્ઠી લખવામાં આવી છે. આ મામલે જાણ થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ (Rajkot District Education Officer) તપાસનો આદેશ આપ્યો છે.