ભારતમાં બુલેટ ટ્રેન આવે તે પહેલાં જ યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે ગુજરાતના નવ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે Bullet Train: ભારતમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં શરૂ થઈ ગયું છે. આ પછી તે ભારતમાં આવશે. ભારતમાં બુલેટ ટ્રેન આવે તે પહેલાં જ યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમીની ભારતની પહેલી હાઈ-સ્પીડ રેલ લાઈન બનાવી રહ્યું છે. જેનો 352 કિમીનો રૂટ ગુજરાતના નવ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે