ઉચ્ચ રાજકીય સંબંધ ધરાવતા પરિવરના પુત્રનું કારસ્તાન લગ્નની લાલચે યુવતિનો દેહ ચૂંથ્યો ગર્ભપાત કરાવવા ભારે અત્યાચાર ગુજાર્યો VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના નંદેસરીના કોંગી આગેવાનના પુત્ર (CONGRESS LEADER SON) અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ (RAPE CASE) નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ફરિયાદ બાદથી આરોપી ફરાર છે. દરમિયાન આરોપી દ્વારા પોલીસ ધરપકડ ટાળવા માટે અત્રેની કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જેને કોર્ટો નામંજુર કરી છે. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું કે, આરોપી વિરૂદ્ધ પ્રથમદર્શી કેસ જણાઇ રહ્યો છે.