ગુજરાતમાં બોગસ ગન લાયસન્સના કૌભાંડે માઝા મૂકી છે. ખેડૂત, વેપારી, બિલ્ડર, નેતા પુત્ર હોય કે ગુનેગાર અનેક શખ્સો પાસે નકલી ગન લાયસન્સ છે. Gujarat ATS, અમદાવાદ/સુરત ક્રાઈમ બ્રાંચ અને Surendranagar SOG એ તાજેતરમાં જ રાજ્યમાં વર્ષોથી ચાલતા Gun Licence Scam નો પર્દાફાશ કર્યો છે. પોલીસે સંખ્યાબંધ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને એટલી જ સંખ્યામાં આરોપીઓ ફરાર છે. આ તમામ કામગીરીની વચ્ચે અમદાવાદ નરોડા પોલીસે (Naroda Police) વધુ એક હથિયાર પરવાના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે. Gun Licence Scam નો સૂત્રધાર એવો ગનમેન ફરાર થઈ જતાં તે