સાવલીમાં સત્તાર શેખ નામની ફેસબુક પ્રોફાઇલ દ્વારા ભારતના ઝંડા અને વડાપ્રધાનને વાંધાજનક રીતે દર્શાવે તેવો વીડિયો રીશેર કર્યો હતો. જે હાલના તણાવના સમયગાળા દરમિયાન ભારતીય સેનાના પરાક્રમોને બિરદાવવાની બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરે તેવા ઇરાદાથી કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે સત્તારમીયા નશરુમીયા શેખ (ઉં. 63) (રહે. સાવલી) સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને ઇન્ચાર્જ પીઆઇ એમ. બી. જાડેજાને તપાસ સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.