વડોદરામાં રાજકીય ભૂકંપ આવે તેવી આકરી કાર્યવાહી શિસ્તનું સતત ઉલ્લંઘન કરતા બે મોટા નેતાઓને પાણીચું પકડાવાયું હાલના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરનું પ્રાથમિક સભ્યપદ છીનવાયું બંને કિસ્સામાં કાર્યવાહી કરવા બદલ કોઇ નક્કર કારણનો ફોડ પાડવામાં આવ્યો નથી VADODARA : વડોદરા શહેર ભાજપ પ્રમુખ દ્વારા એક હાલના કોર્પોરેટર અને એક પૂર્વ કોર્પોરેટર સામે શિસ્તભંગના આકરા પગલાં લેતા બંનેનું પાર્ટીમાંથી સભ્ય પદ છીનવી લીધું છે. જેને પગલે રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. વોર્ડ નં – 15 ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશી અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પાર્ટીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ પત્રિકા કાંડમાં સંડોવાયેલા તત્કાલિન શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબચિયાને પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું. જે બાદ વધુ એક વખત આકરી કાર્યવાહી કર્યાનું સામે આવ્યું છે.