ઝાંપા બજારમાં મોડી સાંજે 20 મહિલાઓ એકાએક બેભાન થઈ. બેઝમેન્ટમાં આવેલા AC હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા બની ઘટના. દાઉદી વ્હોરા સમાજનાં રાત્રિ ભોજન માટે ભેગી થઈ હતી મહિલાઓ. સુરતામાં (Surat) ગત મોડી રાતે 20 જેટલી મહિલાઓ એકાએક બેભાન થઈ હતી. બેભાન મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલાઓને રજા આપવામાં આવી હતી. પરંતુ, એક સાથે 20 જેટલી મહિલાઓ બેભાન થતાં ભારે હોબાળો મચી ગયો હતો. દાઉદી વ્હોરા સમાજનાં રાત્રિ ભોજન દરમિયાન આ ઘટના બની હતી.