અમદાવાદના ગાંધી આશ્રમ રોડ આજથી બંધ. સામાન્ય વાહન વ્યવહાર માટે મુખ્ય રસ્તો બનશે ભૂતકાળ. આશ્રમ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કાયમી બંધ કરાયો રસ્તો. RTO કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો રસ્તો બંધ. ઓલિમ્પિક માટે તૈયારી કરી રહેલા અમદાવાદના કાયાપલટ થવા જઈ રહી છે. આવામાં અમદાવાદમાં એક મહત્વના પ્રોજેક્ટના ડેવલપેન્ટની જાહેરાત કરાઈ છે. જોકે, આ પ્રોજેક્ટ માટે અમદાવાદનો એક મહત્વનો રસ્તો આજથી કાયમ માટે બંધ કરવામાં આવ્યો.