જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો. ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારામારી. ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે કલમ 370 પર બેનર બતાવ્યા બાદ ભારે હંગામો. શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભા (J&K Assembly) માં ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારામારી થઇ છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ગૃહ આજે સવારે શરું થયું ત્યારે એન્જિનિયર રાશિદના ભાઈ અને ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે કલમ 370 પર બેનર બતાવ્યા બાદ ભારે હંગામો થયો હતો. વિપક્ષના નેતા સુનીલ શર્માએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી