નૂતન વર્ષ ટાણે જ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં જોતરાયેલા વડોદરા પાલિકા (VMC) માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 14 કર્મીઓને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. એટલે પરિવારોમાં દિપાવલી ટાણે હૈયાહોળી જોવા મળી રહી છે. અગાઉ પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા કર્માચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઇને વિરોધ કર્યો હતો. જેથી એક લાખથી વધુ મકાનોમાં કચરો પડી રહ્યો હતો. તે બાદ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી