Rajkot કાલાવડ રોડ પાસે બની અકસ્માતની ઘટના. દિવાળીનાં મોડી રાતે કારચાલકે 8 થી 9 વાહનો અડફેટે લીધા. અકસ્માતમાં 6 થી વધુ ઈજાગ્રસ્ત. અકસ્માત સર્જનાર કારચાલક હિરેન પ્રસાદિયાની અટકાયત કરાઈ.
મોડી રાતે રાજકોટ શહેરમાં (Rajkot) કાલાવડ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્લેક કલરની ફોર્ચ્યુનરનાં ચાલકે બેફામ કાર હંકારી અકસ્માત સર્જી 8 થી 9 વાહનોને હડેફેટે લીધા હતા. આ અકસ્માતમાં 5 થી 6 લોકોને ઇજા પહોંચી હતી અને 9 જેટલા વાહનોમાં નુકસાન થયું હતું.