આરોપીઓ જૂનાગઢના રહીશ છે અને તેઓએ 7.05 કિલો હાઇબ્રીડ ગાંજો અમદાવાદ (Ahmedabad)માં પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ આરોપીઓમાં સરફરાજ વડગામા, શોયેબ બિચારા, અકીલ કોલાદ અને નદીમ અમરેલીયા સામેલ છે. ચારેય આરોપીને સરખેજના રહેવાસી આરોપી મોહમ્મદ ફરહાન શેખ દ્વારા વિયેતનામ મોકલવામાં આવ્યા હતાં.