ભાવનગરમાં શેત્રુંજી ડેમની સપાટીમાં થયો વધારો પાલીતાણા શેત્રુંજી ડેમમા નવાનીરની આવક શેત્રુંજી ડેમમાં 127460 ક્યુસેક પાણીની આવક શેત્રુંજીડેમની સપાટી 24.7 ઇંચ પહોંચી શેત્રુંજી ડેમની ઓવરફ્લો સપાટી છે 34 ફૂટ Bhavnagar : ભાવનગરમાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં (shetrunji dam)પણ પાણીની આવક થવા પામી છે. ડેમમાં હાલ 79760 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 23 ફૂટ પાર કરી ગઈ છે. 34 ફૂટે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થાય છે.