રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ વાગે પહોંચશે તથા અનેક સેલિબ્રિટી આજે અંતિમયાત્રામાં જોડાશે. સંઘના આગેવાનો પણ વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં જોડાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાની દુર્ઘટનામાં મોત થયુ હતુ. આજે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવાર સ્વીકારશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.