વિશ્વામિત્રી નદીની ઝાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી રાત્રી બજાર નજીક બનેલી ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાજી સંભાળી લીધી VADODARA : વડોદરા (VADODARA) ના એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા રાત્રી બજાર પાસે વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) ની ઝાડી-ઝાંખરામાં ભીષણ આગ લાગી હતી. જેને પગલે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવ્યા હતા. રાત્રીના સમયે પવનનું જોર વધારે હોવાના કારણે આગ જોતજોતામાં પ્રસરી ગઇ હતી. ફાયર બ્રિગેડના અડધો ડઝન વાહનોએ તાબડતોબ કામગીરી કરતા આગ પર કાબુ મેળવી શકાયો હતો