અમરેલી SOGએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળ્યા મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાની વિગતો Amreli : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ સાથે ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેમાં અમરેલી SOGએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે. જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. જેમાં અમરેલી જિલ્લાના મદ્રેશામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.