મ્યુ.કમિશનર બંછા નિધિ પાની દ્વારા પ્રાઈવેટ કંપનીઓનાં માલિકો ના કરોડો નાં ટેક્ષ ની રકમ વસૂલવામાં ઢીલ કરી રહ્યાં છે, જ્યારે શહેર ના સામાન્ય નાગરિકોની પાસેથી બાકી ટેક્ષ ની વસુલાત કરવા તેમની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવાના આદેશો કરનાર મ્યુ.કમિશનર બંછા નિધિ પાની પ્રાઈવેટ કંપનીઓનાં માલિકો ને છૂટ – છાટ આપી વ્હાલા દવલાની નીતિ અપનાવી રહ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
શહેરીજનો ધંધા – પાણી વગર AMC ની કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યાં છે અને પ્રાઈવેટ કંપનીઓનાં માલિકો અધિકારીઓ સાથે એ.સી વાળી કેબીનોમાં મિટિંગ કરી રહ્યાં છે, આમાં કોનું હિત સચવાઈ રહ્યું છે.? આવા પ્રશ્નો પ્રજા કરી રહી છે.
પ્રાઈવેટ કંપનીઓનાં કરોડો નાં બાકી ટેક્ષ ની વસુલાત કરવાની તેવડ મ્યુ.કમિશનર બંછા નિધિ પાની માં નથી એટલે સામાન્ય નાગરિકોની મિલકત ના ફક્ત એક વર્ષ નાં જ બાકી ટેક્ષ ની રકમ વસુલવા માટે તેઓની મિલકતોને અડધી રાત્રે અને વહેલી સવારે સીલ કરવા માટે AMC ના ટેક્ષ વિભાગ ઉપરાતં AMC નાં અન્ય ખાતાઓનાં કર્મચારીઓને જબરદસ્તી કામગીરી સોંપવામાં આવેલ છે.
મ્યુ.કર્મચારીઓ પોતાની ફરજ નાં (નોકરી નાં સમય ગાળા ઉપરાંત) સમય ગાળા ઉપરાંત અડધી રાતે અને વહેલી સવારે કોઈપણ મ્યુ.કર્મચારી સાથે અઘટિત ઘટના કે બનાવ બને તો તેની જવાબદારી કોની.? મ્યુ.કમિશનર બંછા નિધિ પાની ની.?
આંધી ન્યૂઝ ની WHAT’S APP ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો..




