કોર્ટના આદેશની અવગણના કરી ચાલી રહ્યા છે મેળાવડા પેરોલ પર છૂટ્યા બાદ આસારામ પહેલીવાર પાલનપુરમાં મહેશ્વરી હોલ ખાતે આસારામ અનુયાયીઓને મળ્યા બનાસકાંઠામાં આસારામે શરતી જામીનનો ભંગ કર્યો છે. જેમાં કોર્ટના આદેશની અવગણના કરી મેળાવડા ચાલી રહ્યા છે. તેમાં પેરોલ પર છૂટ્યા બાદ આસારામ પહેલીવાર પાલનપુરમાં દેખાયા છે. જેમાં મહેશ્વરી હોલ ખાતે આસારામ અનુયાયીઓને મળ્યા છે. તેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરી સત્સંગ યોજ્યો હતો. આસારામ અંગરક્ષકો અને કાફલા સાથે પાલનપુર પહોંચ્યા હતા.પરવાનગી વિના કાર્યક્રમ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી