સિવિલમાં છેલ્લા 1 મહિનામાં કૂતરા કરડવાના 1000 થી વધારે કેસ પાલતું અને રખડતા કૂતરાઓને દર વર્ષે રસી આપવી ફરજિયાત આ ડિસેમ્બર મહિનામાં જ 2 હજાર લોકોને કૂતરા કરડ્યા Ahmedabad: ગુજરાતમાં અત્યારે કૂતરા કરડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તેમાં પણ અમદાવાદમાં તો કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરમાં છેલ્લા એક જ મહિનામાં 2000 લોકોને કૂતરાએ બચકા ભર્યાં હોવાનું સામે આવ્યું છે. માત્ર અમદાવાદ સિવિલમાં જ છેલ્લા 1 મહિનામાં કૂતરા કરડવાના 1000 થી પણ વધારે કેસ નોંધાય છે. શહેરમાં અત્યારે કૂતરાઓનો ત્રાસ ખુબ જ વધી ગયો છે.