રાજકોટમાં પણ સામે આવ્યું BZ જેવું મહાકૌભાંડ ‘એક કા ડબલ’ની લાલચમાં છેતરાયા હજારો લોકો ક્રિપ્ટો કરન્સીમાં 8 હજાર લોકો પાસે કરાવ્યું રોકાણ Gujarat: રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. જેમાં રાજકોટમાં પણ BZ જેવું મહાકૌભાંડ સામે આવ્યું છે. તેમાં ‘એક કા ડબલ’ની લાલચમાં હજારો લોકો છેતરાયા છે. જેમાં ક્રિપ્ટો કરન્સીમાં 8 હજાર લોકો પાસે રોકાણ કરાવ્યું છે. ત્યારે 300 કરોડથી વધુની છેતરપિંડીની પોલીસને અરજી મળી છે. તેમાં ‘બ્લોક ઓરા’ નામની કંપનીના સંચાલકો સામે ફરિયાદ કરવામાં આવી છે.