નવરાત્રીની આઠમ નિમિત્તે મહેસાણા સ્થિત શ્રી બહુચરાજી મંદિર ખાતે માઈ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું..
ગુજરાતમાં મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજી ખાતે આવેલ શ્રી બહુચરાજી મંદિર ખાતે નવરાત્રીની આઠમ નિમિત્તે દેશભરમાંથી માઈ ભક્તો શ્રી બહુચર માતાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા શ્રી બહુચરાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની આઠમના નિમિત્તે સૌ માઈ ભક્તોએ માતાજીની પલ્લી, પાલખીના દર્શન કર્યા..