ગુજરાત અને રાજસ્થાનની (Rajasthan) સરહદ પર આવેલ શક્તિપીઠ અંબાજીની આસપાસનાં વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજનાં લોકો વસવાટ કરે છે. ત્યારે છેલ્લા 2-3 મહિનાથી અંબાજી (Ambaji) આસપાસનાં વિસ્તારમાં લૂંટનાં ઇરાદે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી હતી અને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.