છત્તીસગઢમાં ટ્રિપલ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો એક પત્રકારના આખા પરિવારની હત્યા કરવામાં આવી છે જમીનના વિવાદમાં કાકા અને સંબંધીઓએ ઘટનાને અંજામ આપ્યો Chhattisgarh Triple Murder Case : છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાંથી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પત્રકારના આખા પરિવારની હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ પત્રકારના માતા-પિતા અને ભાઈની કુહાડીથી હત્યા કરી નાખી. જમીનના વિવાદને કારણે કાકા અને સંબંધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે મૃતદેહોને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી