આઇસર રોંગ સાઇડ ઘસી આવતાં થયો અકસ્માત. એક આઇસર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો. ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા. Ahmedabad: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર રોહીકા ચોકડી નજીક ગંભીર અકસ્માતમાં થયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ચાર વાહનો ભડકે સળગ્યાં હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અકસ્માતમાં એક ટેન્કર અને ત્રણ આઇસર ટ્રક એમ કુલ ચાર વાહનોમાં આગ લાગી હતી. કાપડના રોલ ભરેલી આઇસર ગાડી રોંગ સાઇડ ઘસી આવતાં બની અકસ્માતની ઘટના બની