દેશના કરોડો મોબાઈલ (Mobile) યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. જેમા ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ (TRAI)નું કહેવું છે કે કંપનીઓએ વોઈસ અને એસએમએસ પેક અલગથી આપવા પડશે. આ સાથે, ગ્રાહકોને ફક્ત જરૂરી સેવાઓ માટે ચૂકવણીનો વિકલ્પ મળશે. સાથે જ, STV એટલે કે સ્પેશિયલ ટેરિફ વાઉચરની મર્યાદા 90 દિવસથી વધારીને 365 દિવસ કરવામાં આવી છે. ટ્રાઈ (TRAI)ના નવા નિયમો પ્રમાણે 10 રૂપિયાનું ટોપ અપ વાઉચર હોવું જરૂરી છે. હાલમાં ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને કોમ્બો પેક આપે છે. 2G સિમ કાર્ડનો ઉપયોગ કરનારાઓને આનો સૌથી વધુ ફાયદો થશે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં લોકો હજુ પણ 2જી સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે