અમદાવાદના સરખેજ પોલીસે દિવસે અલગ અલગ જગ્યાઓ પર નોકરી કરતી, રેપિડો બાઈક ચલાવતી રેકી કરતી અને રાત્રે લૂંટ ચલાવતી એક એવી ટોળકીને ઝડપી પાડી છે. જેનાથી સંખ્યાબંધ લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સાથે જ 21 જેટલા ચોરીના મોબાઈલ પણ પોલીસે કબજે લીધા છે. તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે, અમદાવાદમાં તેઓ દિવસે મોલમાં નોકરી કરતા રેપીડો બાઈક ચલાવતા અને રાત્રે લૂંટ ચલાવતા હોવાનું સરખેજ પોલીસની તપાસમાં સામે આવ્યું છે