Ahmedabad માં ગુજરાતી ‘Celebrity Super Sixes’ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સમાં ગુજરાતનાં 16 પ્રખ્યાત સેલિબ્રિટી શોર્ટેસ્ટ ફોર્મેટ ઓફ ક્રિકેટ રમશે, જેના ભાગરૂપે અમદાવાદનાં એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ (SGVP Cricket Ground) ખાતે મેચ પહેલા પ્રેક્ટિસ પણ ચાલી રહી છે. દરમિયાન, ‘સેલિબ્રિટી સુપર સિક્સ’ નાં સેલેબ્રિટી ગાંધીનગર પહોંચ્યા હતા અને અહીં સરકારી પોલિટેકનિકનાં વિદ્યાર્થીઓ સાથે ક્વિઝ પણ રમી હતી.