યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, અમેરિકાના ફ્લોરિડામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટની સુરક્ષા ઘેરો તોડીને ઘૂસણખોરી કરનાર એક સશસ્ત્ર ૨૦ વર્ષીય શંકાસ્પદ વ્યક્તિને રોકવા સામસામે થયેલા એન્કાઉન્ટર દરમિયાન કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં શંકાસ્પદ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, હાલ આ સમગ્ર મામલાની તપાસ હાલમાં FBI, યુએસ સિક્રેટ સર્વિસ અને પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે અને રિસોર્ટની આસપાસ સુરક્ષા કવચ વધુ મજબૂત કરી દેવામાં આવ્યું છે.