અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) શપથ લેતા પહેલા જ પોતાનું વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે (Donald Trump) પેલેસ્ટિનિયન જૂથ હમાસને સીધી ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જો ઇઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે તો તે મધ્ય પૂર્વમાં વિનાશ લાવશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિવાદ પર બોલતા ટ્રમ્પે (Donald Trump) કહ્યું કે, જો 20 જાન્યુઆરી 2025 પહેલા બંધકોને છોડવામાં નહીં આવે તો મિડલ ઈસ્ટને ભારે કિંમત ચૂકવવી પડશે. વાસ્તવમાં ટ્રમ્પ (Donald Trump) 20 જાન્યુઆરી 2025 ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળશે.