ભારતીય ક્રિકેટ ટીમના ODI વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ (ODI) મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા થઈ મેચ દરમિયાન એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ડાબી પાંસળીમાં થયેલી ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) થતાં તેમને સિડનીની એક હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે, અહેવાલો મુજબ આગામી પાંચથી સાત દિવસ સુધી હોસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે તેવી શક્યતા છે, કેરીનો કેચ પકડ્યા બાદ તે પીડામાં હોવાનું જણાતા તેને તરત જ ડ્રેસિંગ રૂમમાં લઈ જતાં BCCIની મેડિકલ ટીમે ડ્રેસિંગ રૂમમાં પ્રાથમિક તપાસ બાદ પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક કાર્યવાહી કરી અને ઐયરને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.