ગુજરાત માં નવા મંત્રીમંડળના પુન:ગઠન બાદ પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસ ખુલ્લા મૂકવા તૈયારીઓ કરાઈ છે, ૨૨૦ કરોડના ખર્ચે મોર્ડન અને લક્ઝુરિયસ ફલેટ્ તૈયાર કરાયાં છે, સંભવિત ૨૩ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મોર્ડન ફ્લેટ ખુલ્લા મૂકાય તેવી શક્યતા છે, દિવાળી બાદ ધારાસભ્યો નવા ફ્લેટમાં રહેવા જશે, આ જોતા ધારાસભ્યોની દિવાળી સુધરી છે, પાટનગર ગાંધીનગરમાં સદસ્ય આવાસ જર્જરીત બન્યાં છે જેના પગલે સેક્ટર ૧૭ ખાતે ધારાસભ્યો માટે લકઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે, અહીં ૯ માળનાં ૧૨ ટાવરનુ નિર્માણ કરાયુ છે જેમાં કુલ મળીને ૨૧૬ ફ્લેટ તૈયાર કરાયાં છે.