Arvalli નાં ધનસુરાનાં વડાગામમાં લૂંટનાં 6 આરોપી ઝડપાયા નવરાત્રિમાં ફાર્મ હાઉસમાં બુકાનીધારી 6 લૂંટારુએ કરી હતી 3 લાખની લૂંટ તમામ 6 આરોપી ધનસુરાનગરનાં રહેવાસી હોવાનું સામે આવ્યું જિલ્લા LCB પોલીસે તમામ લૂંટારીઓને પકડી પાડી લૂંટની રકમ જપ્ત કરી Arvalli : અરવલ્લીનાં ધનસુરાનાં વડાગામમાં તાજેતરમાં લૂંટની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા LCB પોલીસે ગણતરીનાં દિવસોમાં લૂંટની ઘટનામાં 6 આરોપીને ઝડપી પાડ્યા છે. મળતી માાહિતી મુજબ, નવરાત્રિનાં તહેવારમાં લૂંટારુઓએ તકનો લાભ લઈને ધનસુરાનાં વડાગામમાં આવેલા ફાર્મ હાઉસમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં બુકાનીધારી 6 લૂંટારુએ રૂ. 3 લાખની લૂંટ કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું અને સરાજાહેર લૂંટારુંઓનો વરઘોડા કાઢ્યો હતો.