વડોદરા શહેર પોલીસ દ્વારા શાસ્ત્રોક્ત રીતે શસ્ત્ર પૂજન કરાયું શહેર પોલીસ કમિશનરના હસ્તે પૂજન, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા પોલીસ કટિબદ્ધ – શહેર પોલીસ કમિશનર Vadodara : આજે દશેરા (Dussehra – 2025) પર્વ છે. આજના દિવસે શસ્ત્ર પૂજનનો મહિમા હોય છે. આ તકે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જાળવતી શહેર પોલીસ (Vadodara City Police) દ્વારા શસ્ત્ર સહિતના પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર (Vadodara City Police Commissioner) દ્વારા અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર, વાહન અને અશ્વની પૂજા કરવામાં આવી છે.