
અ.મ્યુ.કો ના દક્ષિણ ઝોનના બહેરામપુરા વિસ્તારમાં ઠેર ઠેર ઉભા થતા ગેરકાયદેસર બાંધકામોને ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર બાદ જ તોડવાની કામગીરી કરવા માટે નું મન બનાવી બેઠેલા અધિકારીઓ દ્વારા બહેરામપુરા વોર્ડ ના વિસ્તારમાં ૧). ચંડોળા પોલીસ ચોકી ની પાછળ, બહેરામપુરા ૨). છીપા સોસાયટી ની અંદર, હવેલી પાર્કની સામે, બહેરામપુરા ૩). પ્રિન્સ હોટલ ની સામે, કુત્બી આર્યન સ્ટીલ માર્ટ, બહેરામપુરા ૪). અલ હબીબ ગ્રીન એસ્ટેટ ની અંદર, નારોલ, બહેરામપુરા ૫). ગુલાબ નગર રોડ, કચરાના ઢગલા પાસે, બહેરામપુરા ૬). ચેપી રોગ હોસ્પિટલ રોડ, બહેરામપુરા ૭). અજમેરી ફાર્મ રોડ, સુએજ ફાર્મ, બહેરામપુરા ૮). બેરલ માર્કેટની અંદર, કોમર્શિયલ દુકાનોની સ્કીમ, બહેરામપુરા ૯). કોઝી હોટલ ની પાછળ, ઠાકોર વાસ, બહેરામપુરા ૧૦). આર.વી ડેનીમ કંપનીની અંદર, બહેરામપુરા ખાતે બનેલ ગેરકાયદેસર બાંધકામો કરનાર પાસેથી લાખો રૂપિયાની લાંચ મેળવી તેઓના ગેરકાયદેસર બાંધકામોને રક્ષણ પૂરું પાડવામાં છે અને ACB નાં છટકા માં ભરાઈ ન જવાય તે માટે ગેરકાયદેસર બાંધકામો કરનાર પાસેથી રૂપિયા ઉઘરાવવા માટે પ્રાઈવેટ વહીવટદારો રાખવામાં આવેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
બહેરામપુરા વોર્ડના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે અનેકવાર પોલીસ મદદ માંગેલ હોવા છતાં પોલીસ મદદ મળતી ન હોવાના બહાના બતાવી પોલીસ ને જવાબદાર ઠેરવાય છે અને બીજી બાજુ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હલમાં ચાર વહીવટદારો પૈકી એક વહીવટદાર દ્વારા ફક્ત આવા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે પોલીસ મદદ ન આપવા માટે બાંધકામ દીઠ ઉઘરાણી કરવામાં આવે છે જેમાં પોતાના રહેવા માટે મકાન બનાવતા સામાન્ય લોકો પાસેથી પણ ગેરવ્યાજબી માંગણીઓ કરવામાં આવે છે અને જો તેઓની માંગણીઓ ન સંતોષાય તો તેને પોલીસ સ્ટેશન બોલાવી વર્દીનો પાવર બતાવવામાં આવે છે તેવું સ્થાનિકો પાસેથી જાણવા મળેલ છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અનેકવાર અમદાવાદ શહેર પોલીસને ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે અમદાવાદ મહાનગર પાલિકાને પોલીસ મદદ આપવા માટે કડક આદેશો આપેલ હોવા છતાં રૂપિયાની લાલચ અને લાંચ લેવાની કુટેવ ધરાવતાં વહીવટદારોને લીધે ઈમાનદાર પોલીસ અધિકારીઓને કોર્ટમાં નીચું જોવાનો વારો આવે છે.
તાજેતર માં જ કંટ્રોલ માં ફરજ બજાવતા વિજયસિંહ નામના વહીવટદાર અમદાવાદ શહેર ના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂ – જુગાર નાં અડ્ડાઓ ચલાવવાની પરમિશન આપી વહીવટ કરતાં હોવાનું અને સંજય સિંહ નામના એક વહીવટદાર દ્વારા બુટલેગર પાસેથી ૬૦ લાખ રૂપિયાની માંગણી કરતો કથિત ઓડિયો વાયરલ થયેલ હોવાનું અને ખોખરા પોલીસ સ્ટેશનના વહીવટદારો દ્વારા પોતાના જ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને ત્રાસ આપી પોતાનું ધાર્યું કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું સામે આવેલ છે, આવા કિસ્સાઓ બહાર આવવાને લીધે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓનો ભોગ બનેલ સામાન્ય લોકો દ્વારા આ રીતે ત્રાસ આપતા અને લાખો રૂપિયાની ઉઘરાણી કરતાં ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કોને કરવી એવા સવાલો કરવામાં આવી રહ્યાં છે.




