Navratri 2025 : શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રી આ વર્ષે 22ની સપ્ટેમ્બર આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે નવરાત્રીમાં આ વર્ષે નવને બદલે દસ નોરતા છે Navratri 2025 : શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે 22ની સપ્ટેમ્બર આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, જો કે આ વર્ષે નવને બદલે દસ નોરતા છે. ત્રીજા નોરતે વૃદ્ધિ તિથી હોવાથી 24 અને 25 બંને તારીખે ત્રીજું નોરતું છે. નવરાત્રીના પહેલા દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે, પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવે છે. નોરતાને નવ દિવસ સુધીના દિવ્ય અનુષ્ઠાન માનવામાં આવે છે અને આ અનુષ્ઠાન માટે ઘટ એટલે કે કળશની સ્થાપના કરવામાં આવે છે.