વડોદરાનો યુવક વિદેશમાં ઠગોની જાળમાં ફસાયો હોવાની ઘટના સામે આવી યુવકના માતા-પિતાએ સમા પોલીસ મથકમાં અરજી કરી સમગ્ર મામલે એસીપીનું મોટું નિવેદન સામે આવ્યું છે Vadodara : વડોદરા (Vadodara) ના ન્યુ સમા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતો 27 વર્ષિય યુવક તુષાર સારી કમાણીની શોધમાં એજન્ટ મારફતે દુબઇ ગયો હતો. ત્યાં ગયાના થોડાક મહિનાઓ બાદ તે અન્ય એજન્સના સંપર્કમાં આવ્યો હતો. તે એજન્ટ તેને અન્ય દેશમાં લઇ ગયો હતો. જ્યાં આ યુવક ઠગોની માયાજાળમાં ફસાયો હોવાનો આરોપ (Young Boy Fraud Trapped – Vadodara) માતા-પિતા દ્વારા મુકવામાં આવ્યો