વડોદરામાં સુવિધાથી વંચિત લોકોનો રોષ પોસ્ટર સ્વરૂપે બહાર આવ્યો અટલાદરાની સોસાયટીમાં નેતાઓએ આવવું નહીં તેવા પોસ્ટર લાગ્યા આગામી સમયમાં આ મુદ્દે આંદોલન કરવાની ચિંમકી પણ ઉચ્ચારી Vadodara : વડોદરા પાલિકા (Vadodara – VMC) ની ચૂંટણીને (VMC – Election) હજી સમય બાકી છે, ત્યારે રોડ-રસ્તાની પાયાની જરૂરિયાતોથી વંચિત નાગરિકોનો રોષ હવે પોસ્ટર સ્વરૂપે (Boycott Political Party – Poster) બહાર આવી રહ્યો છે. વડોદરાના વોર્ડ નં – 12 માં આવેલા અટલાદરામાં આવેલી સોસાયટી બહાર બેનર મારવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, આવનાર કોર્પોરેશનની ચૂંટણીમાં કોઇ પણ પક્ષે અમારી સોસાયટીમાં વોટ લેવા માટે આવવું નહીં.