Vadodara : વડોદરા (Vadodara) સહિત દેશભરમાં હવે તહેવારોની મોસમ ખીલવાની તૈયારીમાં છે, ત્યારે બુટલેગરો પણ દારૂ ઘૂસાડવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે. બીજી બાજુ પ્રોહીબીશનની કડક અમલવારી કરવા માટે પોલીસે પણ કમર કસી છે. આ વાતની સાબિતી આપતી ઘટના તાજેતરમાં સામે આવી છે. શહેરના પાણીગેટ પોલીસ મથક (Panigate Police Station – Vadodara) માં અંબિકા ધામ સોસાયટીમાં રહેતો બુટલેગર પોતાના ઘરે પીકઅપ વાન ભરેલો દારૂ ઉતારી રહ્યો (Police Raid On Liquor Cutting) હતો. આ અંગેની બાતમી મળતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. અને દારૂના જથ્થા સાથે એકને દબોચી લીધો હતો. આ કાર્યવાહીમાં પીકઅપ ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.