Surat ના પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરન્ટ સામે મોટો આક્ષેપ મહિલાના વોશરૂમમાં ફોન મુકાયો હોવાનો આક્ષેપ એક મહિલા ગ્રાહકનું ધ્યાન પડતા થયો હંગામો Surat ના પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરન્ટને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના પીપલોદની કે.ચારકોલ રેસ્ટોરેન્ટના મહિલા વોશરૂમમાંથી ફોન મળી આવતા ખળભળાળ મચી જવા પામ્યો છે. આ રેસ્ટોરેન્ટના મહિલા વોશરૂમમાં ફોન મુકયાનો આક્ષેપ મહિલાએ કર્યો છે. જેના લીધે ભારે હંગામો મચ્યો હતો.પોલીસ સત્વરે ઘટના સ્થળે પહોંચી હતી અને સઘન તપાસ હાથ ધરીને સફાઇ કર્મીની અટકાયત કરી હતી.