લોકસાહિત્યકાર ફરી એક વખત જેલ હવાલે કરાશે મારામારી કેસમાં દેવાયત ખવડની ધરપકડ વતનમાં હોવાની બાતમી મળતા પોલીસ ત્રાટકી Devayat Khavad News : તાજેતરમાં ગીર સોમનાથના તલાલા ખાતે લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devyat Khavad) દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાની ઘટના સામે આવી હતી. જે બાદ દેવાયત ખવડ (Devyat Khavad) સહિત 15 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉપરોક્ત મામલાની તપાસમાં જોડાયેલી ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દેવાયત ખવડ (Devyat Khavad Arrest) સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય વિરૂદ્ધ તપાસ તેજ કરવામાં આવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.