Rajkot માં અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે કોઠારિયા ગામ પાસે ધનલક્ષ્મી પેટ્રોલ પંપ સ્ટાફ પર હુમલો સિગારેટ પીવાની ના પાડતા અસામાજિક તત્વોએ હુમલો કર્યો પેટ્રોલ પંપના સ્ટાફ પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી Rajkot : રંગીલા રાજકોટમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કોઠારિયા ગામ પાસે આવેલા ધનલક્ષ્મી પેટ્રોલ પંપ પર સિગારેટ પીવાની ના પાડતા કેટલાક લોકો દ્વારા પેટ્રોલ પંપનાં સ્ટાફ સાથે માથાકૂટ કરવામાં આવી હતી. દરમિયાન, એક શખ્સે છરી વડે હુમલો કરતા પેટ્રોલ પંપના સ્ટાફની એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે આજીડેમ પોલીસ મથકમાં (Ajidem Police Station) બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ થતા કાર્યવાહી હાથ ધરાઈ છે.