ભારતના યુવા અને પ્રતિભાશાળી સાંસદ ડૉ. હેમાંગ જોષી (Vadodara MP – Dr. Hemang Joshi) એ તાજેતરમાં ચાલેલા સંસદના મોનસૂન (Monsoon Session – 2025) સત્ર દરમિયાન બે વિવિધ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને વિશ્વ સ્તરે ભારતના યુવા દ્રષ્ટિકોણને રજૂ કર્યો. બંને પ્રસંગે તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) દ્વારા નિર્મિત અને દૃઢ કરવામાં આવેલી “વિશ્વમિત્ર ભારત”ની વિદેશ નીતિ સાથે સંકળાયેલી વિચારધારાનું ઉજાગર કર્યું.