સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 131 મીટરને પાર ઉપરવાસમાંથી 4,01,042 ક્યૂસેક પાણીની આવક નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 1.37 લાખ ક્યૂસેક પાણી છોડાયું Gujarat Monsoon: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 131 મીટરને પાર થઇ છે. ત્યારે ઉપરવાસમાંથી 4,01,042 ક્યૂસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 1.37 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. તથા સરદાર સરોવર નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે. તેમજ રિવરબેડ પાવર હાઉસ 5 ચાલુ કરી 40 હજાર ક્યૂસેક પાણીની જાવક થઇ છે.